આજનું રાશિફળ – જાણો કેવો રહેશે તમારો દિવસ ?

કાર્યક્ષેત્રે પદોન્નતિ થાય. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. આજે તમને મંત્રતંત્રવિદ્યામાં રસ પડશે અને તમે એ શીખવા માટે સારો એવો સમય કાઢો એવી શક્યતા છે. એનો ઉપયોગ અન્યોને હાનિ પહોંચાડવા માટે કરવો નહીં.
વૃષભ
આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. નોકરી-વેપાર ક્ષેત્રે પ્રગતિ. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. તમે પોતાની વાત મોઘમ કહી શકશો. તમારે આખાબોલા થવાની જરૂર નથી, કારણ કે એ રીતે બોલવાથી તમારા સ્વજનોની લાગણીઓ દુભાશે.
મિથુન
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસનું આયોજન શક્ય. આજનો દિવસ રોમૅન્સથી ભર્યોભર્યો છે. તમે કંઈક નવી રીતે તથા ખૂબ જ વિચારપૂવર્કનું આયોજન કરીને પ્રિયકરને રીઝવવાનો પ્રયાસ કરશો.
કર્ક
કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પદ-પ્રતિષ્ઠા વૃદ્ધિ થાય. આજનો દિવસ સામાજિક મેળમિલાપનો છે, પરંતુ તમારી લાગણીઓ અને ભાવનાઓ કોઈની પણ સામે વ્યક્ત કરવી નહીં. તમે જેમને વાત કહો તે વ્યક્તિ તમારા વિશ્વાસને પાત્ર હોવી ઘટે.
સિંહ
આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. તમારી રાબેતા મુજબની ચમક અને કુશાગ્રતા આજે જોવા નહીં મળે અને તમને ખાલીપણું તથા ઉત્સાહનો અભાવ વર્તાશે. જોકે આજના દિવસે તમને મોટો ભૌતિક લાભ થશે.
કન્યા
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. નાણાભીડ દૂર થઇ શકે છે. આજે તમારી આકરી કસોટી થશે. ઑફિસમાં બૉસની માગણીઓ જોર પકડશે અને ઘરમાં જીવનસાથીની પણ અપેક્ષાઓ વધારે હશે.
તુલા
વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આરોગ્ય સુખમય રહે. ઈશ્વરે તમને આપેલી ભેટનું મૂલ્ય આજે તમને સમજાશે અને તમે આસપાસના લોકો સાથે એની વહેંચણી કરશો.
વૃશ્ચિક
ભાગ્યોદયની તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે. આજે તમે જે કંઈ કરશો એમાં તમને પૂરતી મોકળાશ જોઈશે, કારણ કે તમારી સ્વતંત્રતા છીનવાઈ જાય ત્યારે તમે સારી રીતે કામ કરી શકતા નથી.
ધન
દિવસ આનંદમય પસાર થઇ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થાય. આકસ્મિક ધન-લાભ થઇ શકે. આજે જો તમે લાગણીશીલ થઈને નિર્ણય લેશો તો એમાં ગફલત થવાની શક્યતા છે.
મકર
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વાહન ચલાવતા સંભાળવું. ભાગ્યોદયની તક મળી શકે છે. આજનો દિવસ નવાં સાહસો શરૂ કરવા માટે અથવા ઘણા વખતથી અધૂરાં રહી ગયેલાં કામો પૂરાં કરવા માટે અનુકૂળ છે. તમારો ઉત્સાહ ઘણો રહેશે અને એની ચમક તમારા ચહેરા પર દેખાશે.
કુંભ
નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. આકસ્મિક ધન-લાભ થઇ શકે. આજે તમારા મન પર આર્થિક બાબતોનું ભૂત સવાર થયેલું હશે અને પોતાને પસંદ પડેલા નવા પ્રોજેક્ટ માટે ક્યાંથી નાણાં ઊભાં કરવાં એના વિશે સતત વિચાર કરતા રહેશો.
મીન
વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાય. આજે તમારા મનમાં ભરપૂર નવા, રચનાત્મક અને ક્રાન્તિકારી વિચારો આવશે. તમારે એ બધા વિચારોને નોંધી લેવા જેથી એમને સાચવીને રાખી શકો.