મેષ

સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આજે તમારા વિચારોમાં સ્પક્ટતા નહીં હોય અને તમે સારા-નરસાનો ભેદ પારખી નહીં શકો.

વૃષભ
આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. નોકરી-વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. ચિંતા હળવી બની શકે. આજે સુંદર તથા બુદ્ધિશાળી બન્ને પ્રકારની વ્યક્તિઓ તમારા તરફ આકર્ષાશે.

મિથુન
વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. તમે આજે પોતાની વાક્છટાથી ખાસ કરીને વિજાતીય વ્યક્તિને પ્રભાવિત કરી દેશો.

કર્ક
યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. કાર્યક્ષેત્રે પ્રગતિદાયક સમય. આજે તમારે લવચીક બનીને રહેવાની જરૂર છે. તમે ઘણા લાંબા સમયથી એકની એક વાતો પકડીને બેઠા છો.

સિંહ
વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થઇ શકે છે. વાહન ચલાવતા સંભાળવું. અભ્યાસ ક્ષેત્રે સફળતા મળે. આજે તમે સંબંધોમાં સલામતીની ઝંખના ધરાવશો અને એને લીધે તમે પોતે પણ એમાં ઘનિષ્ઠતા લાવવા માટે પ્રતિબદ્ધ બની જશો તથા લાંબા ગાળાના સંબંધો બાંધશો.

કન્યા
વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. આજે તમારા મનમાં ભરપૂર નવા, રચનાત્મક અને ક્રાન્તિકારી વિચારો આવશે. તમારે એ બધા વિચારોને નોંધી લેવા જેથી એમને સાચવીને રાખી શકો.

તુલા
કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આજે જો તમે લાગણીશીલ થઈને નિર્ણય લેશો તો એમાં ગફલત થવાની શક્યતા છે.

વૃશ્ચિક
વેપાર-વાણિજ્ય ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. નાણાભીડ દૂર થાય. આજે તમે જે કંઈ કરશો એમાં તમને પૂરતી મોકળાશ જોઈશે, કારણ કે તમારી સ્વતંત્રતા છીનવાઈ જાય ત્યારે તમે સારી રીતે કામ કરી શકતા નથી.

ધન
વડીલોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. માનસિક ચિંતા હળવી બની રહે. આજનો દિવસ નવાં સાહસો શરૂ કરવા માટે અથવા ઘણા વખતથી અધૂરાં રહી ગયેલાં કામો પૂરાં કરવા માટે અનુકૂળ છે.

મકર
વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થઇ શકે છે. દિવસ આનંદમય પસાર થાય. ઈશ્વરે તમને આપેલી ભેટનું મૂલ્ય આજે તમને સમજાશે અને તમે આસપાસના લોકો સાથે એની વહેંચણી કરશો.

કુંભ
આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. ઈશ્વરે તમને જે આપ્યું છે એ બદલ તમે તેમના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના મૂડમાં હશો.

મીન
કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આજે તમારી આકરી કસોટી થશે. ઑફિસમાં બૉસની માગણીઓ જોર પકડશે અને ઘરમાં જીવનસાથીની પણ અપેક્ષાઓ વધારે હશે.