સૌરાષ્ટ્રના વંદનીય સંત દેવલોક પામ્યા છે. ગોંડલના સંત 1008 મહા મંડલેશ્વર પૂ. હરિચારણદાસજી મહારાજ દેવલોક પામ્યા છે. પૂ. બાપુ ના દેવલોકથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મોટી સંખ્યામાં ગુરુભાઈઓ દર્શને ઉમટ્યા છે.

સવારે 8 વાગ્યાથી મંદિર ખાતે દર્શને રાખશે. ત્યારબાદ નર્મદા નજીક ગોરા આશ્રમ ખાતે લઈ જવાશે.કાલ સવારે ગોરા ખાતે અંતિમ વિધિ કરાશે.

પરમપૂજ્ય સદગુરુદેવ આ ભારતભૂમિ પર માનવશરીરધારી અવતારી પુરુષ છે. પરમકૃપાળુ પરમાત્મા પોતાના કાર્યો કરવા પોતાના અશને માનવશરીર ધારણ કરવા પ્રેરે છે. અને આવા અંશ અવતાર સંતનું રૂપ ધારણ કરી અનેક માનવ લીલા-સેવાકાર્યોની જ્યોત પ્રગટાવે છે.

ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ કહ્યું છે કે, સમયાન નિરાદર આદરણિ, સબ સંત સુખી વિચરતી મહિ કરી પ્રેમ નિરંતર નેમ લીધે, પદ પંકજ સેવત શુદ્ધ ટીપે II

જે મકાનસંતનું લક્ષ. આવી ધારણા બની જાય, તેનર નથી પરંતુ સાક્ષાત૫માં નારાયણ છે. આવા સંતોને વારંવાર વંદન કરું છું. આવા શરીરધારી, ભગવદસ્વરૂપ, આપણા પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ શ્રી પુરિચરણદારાજ મહારાજનો જન્મસન ૧૯૨૫માં ચૈત્ર માસમાં ગામમાં પદારતાં જિલ્લાના મોનિહારી, બિઝાર રાજ્યમાં એક પવિત્ર બ્રાહ્મણ પરિવાર આનંદ મિશ્રને તથા માતા ચંતિકાજીને ત્યાં થયેલછે. જેમનું જન્મ સમયે કરિશ્ચંદ્ર મિશ્ર નામ અપાયું હતું. આગળ જતાં આપણા સદ્દગુરુદેવ શ્રી હરિચરણદાસજી નામથી ઓળખાયા. આમ આપણા સદગુરુદેવના જીવનયાત્રાનો પ્રારંભ થયો. તુલસીદાસજીએ એક જગ્યાએ લખ્યું છે.

“તુલસી પણ તન ખેત છે, મન વચન કર્મ કિશાન; પાપ પુણ્ય તો બીજા કે, વર્ષ સૌ લવે નિદાન.

આમ આપણા સદ્ગુરુદેવના બાળપણની શરૂઆત જ પરમતત્ત્વની ઉપાસના તરફની શરૂ થઇ. સદ્ગુરુદેવની અવસ્થા ૨ વર્ષની હતી ત્યારે માતા પરલોકવાસી થયા. આ સમયે તેમનું લાલન-પાલન તેમના પિતામહ શ્રી દામોદર મિશ્ર દ્વારા થતું રહ્યું અને ભક્તિના બીજ વવાતા ગયા. વિસ્તરાતા રહ્યા. જે હેતુથી તેમણે જન્મ ધારણ કર્યો છે – તે હેતુ તો જન્મતાની સાથે જ પ્રગટ થતો જતો હતો. જેમ ભગવાન શ્રી રામ અભ્યાસ કરવા ગુરુ વિશષ્ઠના આશ્રમમાં જાય – તેમજ પરમપૂજ્ય ગુરુદેવમાં જન્મ સાથે જે સંસ્કારો લઇને આવ્યા. તેની ક્રમશઃ વિકાસ થતો રહ્યો છે.

પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. સાથે ગરીબી અવસ્થાની સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો. અનેક સંધર્ષોનો સામનો કરતાં કરતાં અધ્યયન પણ વધતું ગયું. આમ એક પછી એક કરતાં ૫૯ ૪૦ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ગયો છે.

પરમપૂજ્ય શ્રી ગુરુદેવની આ આત્મખોજની યાત્રા આગળ ધપતી રહી છે. કબીરજીએ લખ્યું છે તેમ, નિજ ખોજ સૌ પાઇ, મનકી આંખ ખોલ, બાકી સબ ભટકત રહા, જુઠી માયા મોલ,

ગુરુદેવના મનમાં સતત એક ભાવ રમતો હતો કે જો મન વિકાર છોડીને હરિભજનમાં લાગી જાય તો આ ભ્રાંતિરૂપી સંસાર અનાયારે છૂટી જાય. તેમના મનમાં દેહભાવ હતો. સંસાર નાશ જ ઇગારની પ્રાપ્તિ અને મુક્તિ છે. તેઓ સમજતા હતા કે પ્રત્યેક, વસ્તુ પાષા બંધનના સાધન છે. આમ સદ્ગુરુદેવ પરમને પામવા, આત્મજ્યોતને ઉજાગર કરવા લાગ્યા. પરિવારના અગ્રણી પૂ.પિતાશ્રીએ ૧૯૪૨માં ભારત છોડો આંદોલન સમયે પાછા ઘેર બોલાવી લીધા.

આ વખતે થોડો સમય પરિવાર સાથે ગાળ્યો – પરંતુ ભગવદ ભક્તિ સતત ચાલતી રહી. ૧૯૪૪ની સાલમાં પિતામહ દામોદર મિશ્ર પ્રભુ નારાયણનું સ્મરણ કરતાં કરતાં સ્વધામ પધાર્યા. આ સમયે ગુરુદેવ બિલકુલ વિરક્તિનો અનુભવ કરવા લાગ્યા.

‘અલ્પ સમય વિરાટ બ્રહ્માંડ’

અનંત બખાંડ, તેમાં પૃથ્વી, તેમાં મારો દેશ, મારું એક ગામ, અને તેમાં મારો પરિવાર, એક સંસાર પર બનાવો શું ગણત્રીમાં છે. ખા સંસાર સાથેનો નાતો, પરિવાર સાથે માયાતિત જગતના સંબંધીનો અર્થ કેટલો ?? અને.. આવા મનોમંધનને અને કાયમને માટે ઘરનો ત્યાગ કર્યો. વિચાર તો આવ્યો પિતાજી એકલા છે. એની સેવા કરવી પણ ધર્મ છે. આવા વિચાર સાથે પટના અને આગ્રાની વચ્ચે શોણભદ્ર નદીના કિનારે એક સંત પાસે રહીને શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન ફરી ભગવત્ દર્શનની અભિલાષાથી વિચાર બદલાયો. મનમાં વિચાર આવ્યો કે ‘ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ નહી થાય. આમ સમજીને ગુરુની શોધમાં કાશી તરફ ચાલી નીકળું છું.

કાશી પહોંચીને અસીઘાટ પાસે એક સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન અને ભજન કરવા લાગ્યા. આવા દિવસોમાં એક વખત કાશી વિયાનાથ મંદિરમાં ભગવાન શિવજીનો જાપ-પૂજા કરતા હતા તે વખતે હૃદય-ભાવ જગતમાં આવે બન્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનોમન પ્રાર્થના શરૂ થઈ કે હે પ્રભુ ! મને રસ્તો બતાવો. હું તમારી માયા સૃષ્ટિમાં અટવાઇ રહ્યો છે. આ આતનાદ પૂરો થયો કે પ્રભુ શિવજી પાસેથી આદેશની અનુભૂતિ થઇ. “બધું છોડીને ભગવત શરણ કરો. બધું ઠીક થઇ જશે. અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર’ લઇને ગંગાજીના કિનારે નીકળી ગયા. અનેક સંકટો વચ્ચે ગંગાના કિનારે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ ચાલી નીકળ્યા.

રામાયણમાં ભગવાન શ્રી રામ જ્યારે આંબાવાડિયામાં સત્સંગ કરે છે ત્યારે સ્વમુખે કહે છે. જો ન તરે ભવ સાગર, નર શરીર અસ પાઇ, સો પરત દુઃખ પાવે, શીર ધૂની ધૂની પછતાઇ. આવા શુદ્ધ ભાવ સાથે ભગવાનનું નામસ્મરણ કરતાં કરતાં એકાદ અઠવાડિયાની કઠણ યાત્રાને અંતે પ્રયાગ પહોંચ્યા.

ગુરુદેવના મનમાં દઢતાથી એક ‘પણ’ લેવાયું કે ‘હવે આ પ્રયાગના કિનારે પ્રભુની કૃપા પાય તો મને અહીં જ ગુરુ મળશે. અને જો ગુરુ પ્રાપ્તિ નહીં થાય તો અહીં જ મારું શરીર છોડીશ – દિવસ પૂરો થયો. સંધ્યા સમય થયો. કમંડળધારી એક સંત આવ્યા. ગુરુદેવ પાસે બેઠા અને પૂછ્યું ‘બાળક, તું કોણ છો ? અને અહીંયા કેમ બેઠો છે?

બાળકે જવાબ આપ્યો, ‘હું એક બ્રાહ્મણ બાળક છું. મારે સાધુ બનવું છે. ગુરુની ખોજમાં નીકળ્યો છું.’ સંતે પૂછ્યું – શું તને અહીં ગુરુ મળી જશે ?’ બાળકે જવાબ દીધો – ‘મને વિશ્વાસ છે, ચોક્કસ મળશે.’ એ સંતે હસીને કહ્યું, “જુઓ, હું પણ બ્રાહ્મણકુળમાં જન્મ્યો છું. સાધું છું. તપસ્વીજીની છાવણી મારું ગુરુસ્થાન છે. જો તારી ઇચ્છા હોય તો હું તને દીક્ષા આપીશ.’ બાળકે જવાબ આપ્યો – ‘ભગવત | હુ આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ, પરંતુ ભ્રમણ નહીં કરું. પરંતુ આપ મને આશા અને આશીર્વાદ આપજો. એકાંત જગ્યામાં રહી ભજન કરું, પ્રભુ સ્મરણ કરું.’ આ સાંભળી તે સંત-મહાત્માએ આનંદ પ્રગટ કર્યો.

આ સંત મહાત્માએ સાધારણ રીતીથી દીક્ષા આપી અને ‘હરિચરણદાસ’ નામ રાખ્યું હતું.

સંત મહાત્માએ આદેશ આપ્યો ‘હવે તમે સરયુને કિનારે જઇ ભજન કરો.’ પૂર્વના સંત મળ્યા સમજાવીને સરયુના કિનારાની આશ્રમ જગ્યાએ મને સગવડતા કરીને રાખ્યો એમ ગુરુદેવ કહેતા હતા. પોતાના ગામના પરિચિત મળ્યા. તેમના દ્વારા પિતાજીને સમાચાર મળ્યા. પિતાજીના અતિ દુરાગ્રહ સામે શું કરવું ? ઉન્મત્ત અવસ્થા, રાત્રિના ‘ચિત્રકુટ’ તરફ પ્રયાણ. ધીમે ધીમે ગુરુદેવનું પરમ તરફનું ‘ભક્તિાન’નું સોપાન આગળ વધતું ચાલ્યું. અનુસૂપા આશ્રમ – પ.પૂ.સદ્દગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજનું સાંનિધ્ય પ્રાપ્ત થયું. તેમના આશીર્વાદ અને કૃપાથી ભજન-સાધના-તપ વધતાં ચાલ્યા. પ.પૂ.સદ્ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજનું શિષ્યત્વ પામ્યા બાદ તેમના માર્ગદર્શન દ્વારા અભ્યાસ ૧ ભુજનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હતી.

સન ૧૯૫૦માં પ.પૂ. શ્રી સદગુરુદેવ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન. તેમના આ માનવ-સેવા-ધશ કાર્યમાં સેવા આપવાનું થયું અને કહીએ કે આજની હોસ્પિટલના બીજ (શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ) ત્યારે સંતઃમનમાં રોપાઇ ચૂક્યા હોય તે સ્વાભાવિક છે.

મોટા ગુરુદેવ પ.પૂ. શ્રી રણછોડદાસજી મહારાજના એક પ્રસંગે તેમણે આશીર્વાદ આપેલા. ‘ઇતના ત્યાગ હે તો ઇતના મિલેગા કી સંભાલ ની પાઓગે. ‘ પૂ. મોટા ગુરુદેવના શબ્દો સાર્થકતાની તમામ સીમાઓ પાર કરી ચૂક્યા છે. વચ્ચે ચિત્રકૂટની આસપાસ, આશ્રમ સ્થાનોમાં ભ્રમણ કરી… ફરી મોટા ગુરુદેવશ્રીની સંનિધિમાં સાધન જન બેરિનાથની યાત્રાના આયોજનમાં સાથે રહ્યા હતા.

થોડો સમય વીત્યા બાદ પૂ. મોટા ગુરુદેવનું કાષ્ટમોન. આગળની યાત્રા. ગોંડલમાં એક રામજી મંદિર નાનું એવું હતું. જે એક વખતના ગીરનાર પર બિરાજતા સંત જાનકીદાસજી દ્વારા બનેલ. સંત જાનકીદાસે મંદિર છોડયું. ટ્રસ્ટી શ્રી હરિભાઇ આડતિયાની નમ્ર પ્રાર્થનાનો સ્વીકાર કરીને પૂ.મોટા ગુરુદેવ પૂ. શ્રી રણછોડદાસજી મહારાજે તેમની વિનંતી સ્વીકારી. ધીરે ધીરે આપણા પૂ.ગુરુદેવશ્રીએ રામજી મંદિર સંભાળ્યું. સમયે સમયે વિકાસ થતો ગયો. સાધુ-સંતોને રીટી-વિશ્રામ મળવા લાગ્યો. ભજનનો ભાવ વિસ્તરતો રહ્યો. બીજા આશ્રમ સ્થાનો વિકસાવતા રહ્યા. પાંડુકેશ્વર, ઋષિપદેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, અયોધ્યા, બનારસ, ગોરા (નર્મદા કિનારે). આમ સાધન-ભજન-માનવ સેવાયજ્ઞો વિસ્તરતા રહ્યા. અને પ.પૂ.મોટા ગુરુદેવ સાથે વવાયેલ દરદીઓની સેવાના બીજ અંકુરિત થયા. ‘નેત્રયજ્ઞ’ની દીવેટ સંકોરીને મશાલ સ્વરૂપે વિરાટ રૂપ આપી અકલ્પ્ય મોટી હોસ્પિટલનું નિર્માણ કર્યું. આંખનો વિભાગ’ નિમિત્ત બન્યો. વિવિધ રોગો – હૃદયરોગ, સર્જરી, મેડીસીન, ઓર્થોપેડીક, પીડિયાટ્રીક, ગાયનેક વિભાગ, ફિઝીયોથેરાપી વિભાગ, ડેન્ટલ, સ્કીન, ઊગ.ઝ. જેવા અનેક વિભાગો સંપૂર્ણ રીતે ચાલે છે. આયુર્વેદ વિભાગની પણ શાખા કાર્યરત છે.

ભારત દેશના ખ્યાતનામ ડૉક્ટરોના કેમ્પોનું આયોજન વખતો વખત થતું રહે છે. આ માનવ-સેવા ‘દર્દી નારાપણ’ ની સેવા અજોડ છે. આદિવાસી વિસ્તારમાં બાળકોને અભ્યાસ સંસ્કાર કેન્દ્ર. રહેવા જમવાનું વિનામૂલ્યે. આ સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલે છે. કોઇપણ કુદરતી આપત્તિ વખતે અનાજ-વસ્ત્ર અને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની સેવા હંમેશા ચાલતી રહે છે. કુંભના મેળાઓ વખતે પ્રસાદ-રસોડામાં લાખો માણસોને પ્રસાદ પ્રાપ્ત થાય છે.

૫.પૂ.સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના જીવન વિષે શું લખી શકાય. સૂર્ય સામે નાનો શો દીવડો ધરી ન શકાય, વર્ણવી ન શકાય, લખી ન શકાય. જેમ પ્રભુ શ્રી રામના લીલા-ગુણાનુવાદ વિષે માં સરસ્વતી લખવામાં ટૂંકા પડે તેવું જીવનચારિત્ર ગંગાસમાન આ પવિત્ર ઝરણું ભારતની પાવન ભૂમિ પર વહી રહ્યું છે. આવા નિર્મળ, સહજ સ્વભાવ, સેવાના ભેખધારી, બીજાના દુઃખે દુઃખી, સંતસ્વરૂપે અવતરેલા પ.પૂ.સદગુરુદેવ યુગોમાં ક્યારેક કોઇક અહેતુક કૃપા કરવા પધારે છે. આપણી માનવજાતનું આ સૌભાગ્ય છે. જેમના ‘દર્શન’, ‘નિધ્ય’, ‘કૃપા અને કરુણાદૅષ્ટિ’ની અનુભૂતિ એ ‘જીવનસાર્થકતા’નું સદ્ભાગ્ય છે.

પૂ. ડોંગરે મહારાજ જે પોતાના શ્રીમદ્ ભાગવત સત્સંગમાં વ્યાસપીઠ ઉપરથી કહે છે – આપણા સદ્ગુરુ શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ, શ્રી મહેશ – ત્રણેય ભગવાનનું કાર્ય જરૂરત સમયે આ સૃષ્ટિ પર કરતા જ રહે છે. તો સદગુરુને ત્રણેયમાં ઉચ્ચસ્થાન કેમ ન આપવું ? અર્થાત સહજ લોક- ભાષામાં ગુરુદેવને અતિ ઉચ્ચતા સાથે પૂજ્ય અને પવિત્રતાની પરમ ટોચે સ્વીકારી વંદન કરવા. આવા અવતારી સિદ્ધ સંતોના દર્શન માનવજીવનનું પરમ સોભાગ્ય છે. સનોના શબ્દો છે

‘ન રાગ સે પ્રેમ કરો, ન પ્રેમ સે ડરો,
ન સુખ સે ફુલો, ન દુઃખ સે રોઓ.’

પરબસ જીવ, સ્વબસ ભગવંતા, આવા યુગપુરુષ, સંત પ.પૂ.શ્રી સદ્ગુરુદેવને કોટિ કોટિ પ્રણામ…