રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 265 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે અપૂર્વમુની સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. દેશ અને વિશ્વમાં શાંતિ સ્થપાય, આતંકવાદ, નક્સલવાદ નાબૂદ થાય તે માટે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કાશ્મીર ફાઇલ્સ મુવીને લઈને અપૂર્વમુની સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. આ મુવી લોકો ઉપયોગી છે અને સમાજના હિતમાં છે. માણસે પોતાના ભૂતકાળને જાણવો જોઈએ તો જ શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ થાય છે.

વિશ્વ શાંતિ- કલ્યાણ અર્થે તેમજ ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય અને કોરાના વાયરસમાં અને રશિયા- યુક્રેનના યુધ્ધમાં શહીદ- દિવંગત થયેલાઓના શ્રેર્યાર્થે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજય મંત્રો, સરસ્વતી મંત્રો, કોરોના નાબુદીના મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞમાં રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આહુતિઓ આપવામાં આવી છે.