પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર વહાબ રિયાઝે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમનો આ વીડિયો થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ ગયો હતો. વાસ્તવમાં આ વીડિયોમાં વહાબ રિયાઝ રસ્તા પર ચણા વેંચતા જોવા મળી રહ્યા છે. રિયાઝના આ વીડિયો પર તેના પૂર્વ પાર્ટનર અહેમદ શહેઝાદે પણ ફની કમેન્ટ કરી છે. 36 વર્ષીય રિયાઝ લગભગ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

વહાબ રિયાઝે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી રસ્તાઓ પર ચણા વેંચવાનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા રિયાઝે લખ્યું છે કે, “તમારા ચણા વાલા ચાચા, ઓફ ધ ડે. તમારો ઓર્ડર મોકલો ‘શું બનાવું અને કેટલા બનાવું.” આ ખાસ હેન્ડકાર્ટની આજુબાજુ થોડો સમય પસાર કરવો સારો રહેશે, મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા.”

વહાબ રિયાઝના આ વીડિયો પર તેમના સાથી ખેલાડી અહેમદ શહેજાદે કમેન્ટ કરી લખ્યું છે કે, “વહાબ અંકલ અલી પણ કેટલાક ચણા ઈચ્છે છે પ્લીઝ.” તેના ચાહકો પણ વહાબના આ વિડીયો પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

વહાબ રિયાઝની કારકિર્દીની વાત કરવામાં આવે તો ઝડપી બોલરે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમના નામે ટેસ્ટમાં 83, વનડેમાં 120 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 34 વિકેટ છે. વહાબ રિયાઝે તેની કારકિર્દીમાં 1000 થી વધુ રન બનાવ્યા છે અને વનડેમાં તેમના નામે ત્રણ અડધી સદી છે.

પાકિસ્તાનના આ સિનિયર ઝડપી બોલર છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેમને પોતાની છેલ્લી ODI અને T-20 નવેમ્બર-ડિસેમ્બર 2020 માં રમી હતી અને 2018 થી રાષ્ટ્રીય ટીમ માટે કોઈ ટેસ્ટ મેચ રમી નથી.