ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે 23 જૂનથી હેડિંગ્લે ખાતે શરૂ થનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટ માટે સરેના ઝડપી બોલર જેમી ઓવરટનને ટીમમાં સ્થાન આપ્યું છે. 28 વર્ષીય બોલર જેમી પોતાના જોડિયા ભાઈ ક્રેગ સાથે ટીમમાં સામેલ થશે. જેમીએ સરે તરફથી રમતા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર ફોર્મ દર્શાવ્યું હતું. તેણે આ સિઝનમાં 21.61 ની એવરેજથી 21 વિકેટ લીધી છે.

તેની 81 મેચની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં જેમીએ પાંચ અડધી સદી સહિત 206 વિકેટ લીધી છે. ફાસ્ટ બોલરને 2015 માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની ODI ટીમમાં પણ તક આપવામાં આવી હતી, પરંતુ તે એક પણ મેચ રમ્યો નહોતો.

ઇંગ્લેન્ડ ત્રણ મેચની શ્રેણીમાં 2-0 થી આગળ છે, ગુરુવારથી શરૂ થનારી ત્રીજી મેચ પહેલા મંગળવાર હેડિંગ્લેને રિપોર્ટ કરશે. આ દરમિયાન કરેગે પ્રથમ બે ટેસ્ટમાં ભાગ લીધો નથી. ત્રીજી ટેસ્ટમાં યજમાન ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે જેના કારણે ઓવરટોનને તક મળે તેવી શક્યતા રહેલી છે. જોડિયા ભાઈઓ ઈંગ્લેન્ડ માટે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમશે.

તેમ છતાં છેલ્લી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના બેટિંગ ક્રમમાં ફેરફારની શક્યતા ઓછી છે. જેક ક્રાઉલીનું ફોર્મ ઈંગ્લેન્ડ માટે ચિંતાનું વિષય બન્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂકી હોવાથી તેઓ જેક ક્રોલીને વધુ તક આપવાનું જોખમ ઉઠાવી શકે છે.

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ : બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોનાથન બેરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લાયસ, ક્રેગ ઓવરટન, જેમી ઓવરટોન, મેથ્યુ પોટ્સ, ઓલી પોપ અને જો રૂટ.