ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પિતા બની ગયા છે. ભુવનેશ્વર કુમારની પત્ની નૂપુર નાગરે બુધવારના દિલ્લીની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. ભુવનેશ્વર પહેલા આ વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલી અને ઉમેશ યાદવ પણ પુત્રીના પિતા બન્યા છે.

 

મેરઠ જીલ્લા ક્રિકેટ એસોસિએશનના ખજાનચી રાકેશ ગોયલે આ જાણકારી આપતા જણાવ્યું છે કે, આજે ભુવનેશ્વર કુમારની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો છે. તેમ છતાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. ભુવનેશ્વર કુમાર ગુરુવારના દિવસે મેરઠ આવેલ ઘરે પહોંચે તેવી આશા છે. રાકેશ ગોયલના મુજબ, મંગળવારના નૂપુર નાગરને દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

ક્રિકેટરના લગ્નની વર્ષગાંઠના બીજા દિવસે તેમના ઘરે બાળકીનો જન્મ થયો છે. પુત્રીના જન્મે કપલના લગ્નની વર્ષગાંઠની ખુશી વધારી દીધી છે. ભુવનેશ્વર કુમાર અને નૂપુર નાગર બંને બાળપણથી મિત્ર હતા અને બંનેએ 23 નવેમ્બર 2012 ના લગ્ન કરી લીધા હતા. ભુવનેશ્વર કુમારે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની T-20 સીરીઝમાં ભાગ લીધો હતો. તેમણે સીરીઝની બધી મેચ રમી અને ત્રણ વિકેટ લીધી હતી.