ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારના ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટી-૨૦ ફ્રોમેટની કેપ્ટનસી છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલી બાદ દિગ્ગજ ખેલાડી રોહિત શર્માના નવા કેપ્ટન બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. વાઈસ કેપ્ટન માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે લોકેશ રાહુલના નામની સલાહ આપી છે. રાહુલ માટે રાહ વાઈસકેપ્ટન બનવાની રાહ સરળ નથી.

સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, ભારતને લોકેશ રાહુલને ભવિષ્યના કેપ્ટનના રૂપમાં તૈયાર કરવા જોઈએ. સુનીલ ગાવસ્કર ઈચ્છે છે કે, બીસીસીઆઈ તેમ છતાં રાહુલને ભારતના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, “આ સારી વાત છે કે બીસીસીઆઈ આગળ જોઈ રહ્યા છે. આગળના વિશેમાં વિચાર્વ્યું મહત્વપૂર્ણ છે.”

સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, “જો ભારત એક નવા કેપ્ટનને તરીકે પસંદ કરવા માંગે છે, તો રાહુલને જોઈ શકાય છે. તેમને સારું પ્રદર્શન કર્યું છે. હજુ પણ ઇંગ્લેન્ડમાં તેમની બેટિંગ ઘણી સારી રહી હતી. તે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ૫૦ ઓવરના ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી શકે છે.”