ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે ન્યૂઝીલેન્ડને ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં હરાવ્યા બાદ દાવો કર્યો હતો કે, ટીમના ખેલાડીઓ શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેઓ ભવિષ્યમાં કોઈપણ ટીમનો સામનો કરી શકે છે.

હેડિંગ્લે ખાતેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને સાત વિકેટથી હરાવીને સીરીઝને 3-0 થી પોતાના નામે કરી હતી. ટીમે શાનદાર વાપસી કરી છે, કેમ કે ટીમ બે વર્ષમાં એક પણ મેચ જીતી નહોતી, જ્યારે તેમને એશીઝમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

એશિઝમાં હાર બાદ ક્રિસ સિલ્વરવુડના રાજીનામું આપ્યા બાદ મુખ્ય કોચનું પદ સંભાળનાર બ્રેન્ડન મેક્કુલમે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમની મોટી જીત બાદ કહ્યું હતું કે “વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ ટીમ સામે ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી છે તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે, ન્યુઝીલેન્ડ અન્ય ટીમો માટે વર્લ્ડ કપમાં ખતરાની ઘંટડી વાગી ગઈ છે.”

આ ભારતીય ટીમ માટે પણ ચેતવણી છે, જે 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે 2021 સીરીઝની ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટ રમશે. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે.

નામી ચેનલથી વાતચીત કરતા મેક્કુલમે જણાવ્યું છે કે, “મને આશા છે કે, અમે ટીમને આગળ લઈ જઈશું.” ખેલાડીઓએ ટેસ્ટના માધ્યમથી શાનદાર વાપસી કરી છે. વર્લ્ડ કપ માટે તે આવો જ અભ્યાસ કરતા રહેશે.” તેમને પોતાના ખેલાડીઓને આ વાથી વાકેફ રહેવાનું કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દી બહુ લાંબી હતો નથી, તેથી ક્રિકેટનો આનંદ માણવાની જરૂરીયાત છે.