ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી દીધું હતું. આ રીતે ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામેની 3 ટેસ્ટ મેચની સીરીઝ 2-1 થી જીતી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 12 રને હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ યજમાન ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી હતી. ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી સીરીઝ 1-1 થી બરાબર કરી લીધી હતી. આ સાથે જ છેલ્લી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને સીરીઝ 2-1 થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ એક ફેરફાર થયો છે.

સાઉથ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામેની સીરીઝ હાર્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી આવી છે. હવે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા ટોપ-3માં સામેલ છે. જ્યારે તે પછી અનુક્રમે ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ આવે છે. જોકે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ બે ટીમો ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે.

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં 70 ટકા પોઈન્ટ સાથે ટોચ પર છે. તેના પછી સાઉથ આફ્રિકા આવે છે. સાથે જ ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 52.08 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. પાકિસ્તાન 51.85 ટકા પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ભારત પછી વેસ્ટ ઈન્ડિઝનો નંબર આવે છે. કેરેબિયન ટીમ 50 પોઈન્ટ સાથે 5માં નંબર પર છે જ્યારે ન્યુઝીલેન્ડના 25.93 અને બાંગ્લાદેશના 13.33 ટકા પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા સામેની સીરીઝ જીતવા છતાં ઈંગ્લેન્ડ 38.6 ટકા પોઈન્ટ સાથે 7મા સ્થાને છે.