ભારતીય ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. વિન્ડીઝ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેજવાનું છે. અહીં બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન, ભારતની B ટીમે આયર્લેન્ડ સામે 2 T20 મેચોની સીરીઝ રમી હતી. ભારતની B ટીમ પણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જઈ શકે છે. આ સીરીઝમાં T20 વર્લ્ડ કપ 2022 પહેલા રિઝર્વ ખેલાડીઓના પ્રદર્શનની તપાસ કરી શકાય છે.

ભારતીય ટીમ સતત ટી-20 સિરીઝ રમી રહી છે, જેથી ટી-20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરી શકાય. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં વાપસી કરી રહ્યા છે. વિરાટ આ દિવસોમાં તમામ ફોર્મેટમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી મહિને શ્રીલંકામાં યોજાવનાર એશિયા કપ માટેની ટીમમાં કોહલીનું સ્થાન હાલમાં સવાલોના ઘેરામાં છે. પસંદગીકારો બે T20 માં કોહલીના પ્રદર્શન પર નજર રાખશે અને પછી મેગા-ટૂર્નામેન્ટ માટે ટીમને અંતિમ સ્વરૂપ આપશે.

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન લોકેશ રાહુલની તાજેતરમાં જ જર્મનીમાં સર્જરી કરવામાં આવી હતી. હવે તે ભારતમાં છે અને ફિટનેસ પર કામ કરી રહ્યા છે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. જો રાહુલ એશિયા કપ સુધી ફિટ થઈ જશે તો તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. દીપક ચહરને પણ આ સીરીઝમાં સ્થાન મળી શકે છે.