ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપરાએ ટી-૨૦ વર્લ્ડ કપની ચાર સેમીફાઈનાલીસ્ટ ટીમના નામ જણાવ્યા છે. તેમને જણાવ્યું છે કે, આગામી ટી-૨૦ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં કઈ-ચાર ટીમો પહોંચી શકે છે.

આકાશ ચોપરાએ પોતાન ટ્વીટર હેન્ડલ પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું છે કે, તે કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમીફાઈનલમાં જવાની દાવેદાર છે. આશ્વર્યચકિત કરનારી વાત એ છે કે, તેમની આ ચાર ટીમોમાંથી ત્રણ ટીમો છેલ્લા વર્લ્ડ કપમાં પણ સેમીફાઈનલમાં પહોંચી હતી.

આકાશ ચોપરાએ જણાવ્યું છે કે, ભારત, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકે છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-૨ માં છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ ગ્રુપ-૧ માં છે. આકાશ ચોપરાએ ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમને નજરઅંદાજ કરી છે.

તમને જણાવી દઈએ કે, ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી ઓમાનમાં થશે અને ફાઈનલ મેચ ૧૪ નવેમ્બરના દુબઈમાં થશે. ટુર્નામેન્ટની શરૂઆત રાઉન્ડ-૧ થી થશે અને પ્રથમ મેચ ૧૭ ઓક્ટોબરના યજમાન ઓમાન અને પાપુઆ ન્યુ ગીનીની વચ્ચે રમાશે.