કોલકતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓના કોરોના સંક્રમિત થયા બાદ સંપૂર્ણ ટીમ સખ્ત બાયો બબલ નિયમોનું પાલન કરી રહી છે. ખેલાડી અને સપોર્ટ સ્ટાફને અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે, ટીમના બે ખેલાડી સખ્ત બાયો બબલ હોવા છતાં સંક્રમિત કેવી રીતે થયા. છેલ્લા દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયા બાદ અત્યાર સુધી ભારતીય અને વિદેશી ખેલાડી આઈપીએલની આ સીઝન છોડી પરત આવી ચુક્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેકેઆરના બધા ખેલાડીઓને અમદાવાદમાં એક હોટલમાં કોરેનટાઈન કરી દેવામાં આવ્યા છે. ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફને આગામી અઠવાડિયા સુધી દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીસીસીઆઈ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને ફ્રેન્ચાઈઝી માલીક આ સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આ સંક્રમણ વધુ ના ફેલાઈ.

બીસીસીઆઈએ ગઈ કાલે બપોરના એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, “કેકેઆરના બે ખેલાડીઓના કોરોના પોઝીટીવ આવ્યા બાદ આઈપીએલએ કેકેઆર-આરસીબીની વચ્ચે ૩ મેના રમાવનાર મેચને રીશેડ્યુલ કરી છે. વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર છેલ્લા ચાર દિવસોમાં ત્રીજા રાઉન્ડની ટેસ્ટીંગ દરમિયાન સંક્રમિત મળ્યા. ટીમના અન્ય ખેલાડીઓની કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટીવ આવી છે. આ દિવસોમાં ખેલાડીઓએ પોતાને અઈસોલેટ કરી લીધા છે. મેડીકલ ટીમ સતત તેમના સંપર્કમાં છે અને તેમની હેલ્થ પર નજર રાખી રહી છે.