કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં 9 ડિસેમ્બરે આર્જેન્ટિના અને નેધરલેન્ડની મેચ દરમિયાન એક મોટી ઘટના ઘટી હતી. આ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી મોટા ફૂટબોલ લેખકોમાંના એક ગ્રાન્ટ વાહલ મેચ કવર કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. વાહલ પાસે બેઠેલા અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર, વાહલ ઓવરટાઇમ દરમિયાન મીડિયા ટ્રિબ્યુનની સીટ પરથી પડી ગયા હતા. તેમની પાસે બેઠેલા પત્રકારોએ મદદ માટે બોલાવ્યા હતા. ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓએ વાહલને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ પાછળથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, બુધવારે વાહલે ટ્વીટ કર્યું કે, તે દિવસે તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. વાહલને નજીકથી જાણતા અમેરિકન પત્રકારો કહે છે કે, તે 49 વર્ષનો હતો. યુએસ ફૂટબોલ ફેડરેશને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે હંમેશા રમત વિશે સમજદાર અને મનોરંજક વાર્તાઓ પહોંચાડવા માટે ગ્રાન્ટ પર વિશ્વાસ કરી શકીએ છીએ.” ગ્રાન્ટ માનવ અધિકારોને આગળ વધારવા માટે રમતગમતની શક્તિમાં માનતા હતા. તે બધા માટે પ્રેરણા બની રહેશે. તેણે ફૂટબોલને પોતાનું જીવન બનાવ્યું હતું. અમે તેમના અવસાનથી દુખી છીએ કારણ કે અમારા વચ્ચે શાનદાર રાઈટર રહ્યા નથી.

ગ્રાન્ટ વાહલ આઠમા ફિફા વર્લ્ડ કપને કવર કરી રહ્યા હતા. તેમણે સોમવારે તેની વેબસાઈટ પર લખ્યું હતું કે, કતારમાં રહેતા તે એક મેડીકલ કલીનીકમાં ગયા હતા. તેમને વધુ લખ્યું કે, મારું શરીર આખરે તૂટી રહ્યું હતું. ત્રણ અઠવાડિયા સુધી બહુ ઓછી ઊંઘ લીધી હતી. ઘણો તણાવ અને ઘણું કામ તમારા માટે આ કરી શકે છે. ગ્રાન્ટના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસથી પ્રવર્તતી ઠંડી યુએસ-નેધરલેન્ડ મેચની રાત્રે વધુ તીવ્ર બની હતી. હું મારી છાતીમાં દબાણ અને અસ્વસ્થતાના નવા સ્તરને અનુભવી શકું છું. વાહલે લખ્યું, તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ રહ્યો અને લક્ષણો માટે સારવાર માંગી હતી.