સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાવનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતની પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર નવદીપ સૈનીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. મયંક અગ્રવાલને ડ્રોપ કરી રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે નવદીપ સૈનીને ઈજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બાકી ભારતીય ટીમ ત્યાં જ છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત ઈજાથી પરેશાન રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જ્યાં મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થઈને સંપૂર્ણ સીરીઝથી બહાર થઈ ગયા હતા. જ્યારે બીજી ટેસ્ટ મેચમાં એક વધુ ઝડપી બોલર ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમને પર આ પ્રવાસથી બહાર થવું પડ્યું હતું. એવામાં બાકી રહેલી બે મેચ માટે ઉમેશ યાદવની જગ્યાએ ટી નટરાજનને ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઈલેવનને લઈને ઘણી રીતના સમાચાર આવી રહ્યા હતા. પહેલા સમાચાર આવ્યા હતા કે, ટી નટરાજન પોતાનું ડેબ્યુ કરી શકે છે જ્યારે સમાચાર એ આવ્યા કે, શાર્દુલ ઠાકુરને તેમના ફર્સ્ટ ક્લાસ અનુભવને જોતા ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામ આવી શકે છે. તેમ છતાં અંતમાં ટીમ નવદીપ સૈની સાથે ગયા જે એક શાનદાર બોલર છે. તે સિડનીમાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કરશે.

જ્યારે રોહિત શર્મા ઈજા બાદ વાપસી કરી રહ્યા છે અને તેમનાથી ભારતીય ટીમને ઘણી આશા હશે. મયંક અગ્રવાલના ડ્રોપ થવાથી એક વાત સ્પસ્ટ થઈ ગઈ છે કે, રોહિત શર્મા સિડની ટેસ્ટ મેચમાં શુભમન ગીલની સાથે ઓપનિંગ કરશે.

સિડની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવન આ પ્રકાર છે : રોહિત શર્મા શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની