ભારતીય ટીમ આ દિવસોમાં 1 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચોની સીરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. 5 મેચોની સીરીઝની છેલ્લી ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. ગયા વર્ષે આયોજિત સીરીઝની આ છેલ્લી ટેસ્ટ છે જે કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ભારતીય ટીમ સિવાય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પણ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે.

તે થોડા દિવસ પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. હવે તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તે લંચ કરતો જોવા મળી રહ્યો છે. ઇંગ્લિશ ટીમની મહિલા ક્રિકેટર Danielle Wyatt તેના ઇન્સ્ટાગ્રામ પર અર્જુનની આ તસ્વીર શેર કરી છે. તસવીર જોઈને કહી શકાય કે બંને લંચ માટે ઈંગ્લેન્ડ ગયા છે. અર્જુન અને ડેનિયલે લંડનની સોહો રેસ્ટોરન્ટમાં લંચ લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, અર્જુન તેંડુલકર અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર Danielle Wyatt વચ્ચે સારી મિત્રતા છે. બંને અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે, તેનો વીડિયો પણ તેઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે. અર્જુન તેંડુલકર તાજેતરમાં IPL 2022માં જોવા મળ્યો હતો. મેગા ઓક્શનમાં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની 15મી સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નથી.

જ્યારે Danielle Wyatt એ ઈંગ્લેન્ડ માટે 93 વનડેમાં 21.89 અને 84.12 ની સ્ટ્રાઈક રેટથી 1489 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 124 ટી20 મેચમાં 21.36 ની એવરેજ અને 124.19 ની સ્ટ્રાઈક રેટથી 1966 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં 27 અને ટી20માં 46 વિકેટ પણ લીધી છે.