ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 9 વિકેટ લીધી છે. તે ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર અર્શદીપ સિંહનો એક ખાસ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. આ માટે તેણે 4 વિકેટ લેવી પડશે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી ગ્રુપ મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે. તેમાં અર્શદીપ સિંહ રેકોર્ડ તોડી શકે છે.

ટી20 વર્લ્ડ કપ સિઝનમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આરપી સિંહના નામે છે. તેણે વર્ષ 2007માં 12 વિકેટ ઝડપી હતી. આ મામલામાં ઈરફાન પઠાણ બીજા સ્થાને છે. પઠાણે 2007માં 10 વિકેટ લીધી હતી. આશિષ નેહરા પણ બીજા સ્થાને છે. તેણે 2010માં 10 વિકેટ ઝડપી હતી. આ મામલામાં લક્ષ્મીપતિ બાલાજી અને અર્શદીપ સિંહ 9-9 ની ટાઈ સાથે ત્રીજા સ્થાન પર છે. અર્શદીપ 4 વિકેટ લેતાની સાથે જ T20 વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારતે અત્યાર સુધી 4 મેચ રમી છે અને આ દરમિયાન 3 મેચ જીતી છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. જેમાં તેણે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. અર્શદીપે આ મેચમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યાર બાદ તેણે નેધરલેન્ડ સામેની મેચમાં 2 વિકેટ ઝડપી હતી. અર્શદીપે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે પણ બે-બે વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અર્શદીપ સિંહ હજુ પણ યુવા ખેલાડી છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનના આધારે નામ બનાવ્યું છે. અર્શદીપે અત્યાર સુધી રમાયેલી 17 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 28 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 10 ઇનિંગ્સમાં 21 વિકેટ લીધી છે. અર્શદીપે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ખતરનાક બોલિંગ કરી ચુક્યા છે.