ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની બીજી એશિઝ ટેસ્ટમાં પહેલા સુનીલ ગાવસ્કર અને પછી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો હતો. તેમને 2021 માં 1550 થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં આ સિઝનમાં કોઈપણ ઈંગ્લિશ બેટ્સમેન 500 થી વધુ રન બનાવી શક્યા નથી. જો રૂટે આ સિઝનમાં ટેસ્ટ ક્રિકેટમાં સારી બેટિંગ કરી હતી.

તેની સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેણે આ મામલે સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. સચિન તેંડુલકરે 2010 માં ટેસ્ટ ક્રિકેટમાં 1562 રન બનાવ્યા હતા, જેને રૂટે 1563 રન બનાવીને પાછળ છોડી દીધા હતા. તેની બેટિંગ હજુ પણ ચાલુ છે.

કોઈ એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનારમાં જો રૂટે પ્રથમ સુનીલ ગાવસ્કરને પાછળ છોડ્યા હતા, જેમને ૧૯૭૯ માં ૧૫૪૯ રન બનાવ્યા હતા અને તે લાંબા સમયથી છઠ્ઠા સ્થાન પર રહેલા હતા. જો રૂટના આગળ નીકળ્યા બાદ સુનીલ ગાવસ્કર ગાવસ્કર સાતમા અને તેંડુલકર છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે.