એશિયા કપ 2022 ની છઠ્ઠી મેચમાં હોંગકોંગને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને તેને 155 રનથી હરાવી દીધું હતું. આ હાર સાથે હોંગકોંગના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. હોંગકોંગની ટીમ T20 ઈન્ટરનેશનલમાં તેના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને હોંગકોંગને માત્ર 38 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ તેનો સૌથી ઓછો કુલ સ્કોર છે.

આ મેચમાં પાકિસ્તાનની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. આ દરમિયાન પાકિસ્તાને 193 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ 38 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં આ હોંગકોંગનો સૌથી ઓછો કુલ સ્કોર રહ્યો હતો. આ મેચમાં પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ નવાઝે 3 વિકેટ લીધી હતી.

T20I માં હોંગકોંગનો સૌથી ઓછો કુલ સ્કોર :

38 વિરુદ્ધ પાક, શારજાહ 2022

69 વિરુદ્ધ નેપાળ, ચટ્ટોગ્રામ 2014

87/9 વિરુદ્ધ યુગાન્ડા, બુલાવાયો 2022

87 વિરુદ્ધ ઓમાન, અબુ ધાબી 2017