એશિયા કપમાં ગ્રુપ સ્ટેજ બાદ સુપર 4 રાઉન્ડની મેચો રમાઈ રહી છે. આ રાઉન્ડમાં હાજર ચાર ટીમોએ એક-એક મેચ રમી છે. અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમાઈ છે. આ આઠ મેચો બાદ પાકિસ્તાની ખેલાડીઓ સૌથી વધુ રન બનાવવા અને વિકેટ લેવાના મામલે ટોચ પર છે. શું કહે છે એશિયા કપ 2022ના આંકડા, જુઓ અહીં…

એશિયા કપ 2022માં સૌથી વધુ રન

એશિયા કપ 2022 માં મોહમ્મદ રિઝવાને 3 મેચમાં 96 ની એવરેજથી 192 રન બનાવી ચુક્યા છે. તે હાલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મોહમ્મદ રિઝવાન પછી ભારતના વિરાટ કોહલી (154), અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝ (135) અને ભારત તરફથી સૂર્યકુમાર યાદવ (99) નો નંબર આવે છે.

એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટ

આ એશિયા કપમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝે 3 મેચમાં 9 ની બોલિંગ એવરેજ સાથે 7 વિકેટ લીધી છે. નવાઝ હાલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અહીં અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન બીજા સ્થાને છે, મુજીબે 7 વિકેટ પણ લીધી છે. પાકિસ્તાનનો શાદાબ ખાન (6 વિકેટ) ત્રીજા નંબર પર છે અને ચોથા નંબર પર ભારતનો ભુવનેશ્વર કુમાર (6 વિકેટ) રહેલો છે.

એશિયા કપ 2022 ના ટોપ સ્ટેટ્સ

સર્વોચ્ચ સ્કોર : રહેમાનુલ્લાહ ગુરબાઝ (84)

સર્વશ્રેષ્ઠ બેટિંગ એવરેજ : મોહમ્મદ રિઝવાન (96)

સૌથી વધુ 50+ રન : વિરાટ કોહલી (2)

સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ : રવિ બિશ્નોઈ (400)

સૌથી વધુ સિક્સર : રહેમાનુલ્લાહ ગુરબાઝ (10)

સર્વશ્રેષ્ઠ બોલિંગ એવરેજ : મોહમ્મદ નવાઝ (9)

સર્વશ્રેષ્ઠ ઈકોનોમી રેટ : ઈફ્તિખાર અહેમદ (3)

વિકેટ પાછળ સૌથી વધુ શિકાર : દિનેશ કાર્તિક (3)

સૌથી મોટી ભાગીદારી : મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાન (116)