ઓસ્ટ્રેલિયાએ ઓક્ટોબરમાં શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની આગેવાની એરોન ફિન્ચને સોંપવામાં આવી છે. છેલ્લી વખતે પણ એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સિંગાપોરના બેટ્સમેન ટિમ ડેવિડને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની T20 ટીમમાં લગભગ બધા જ ચહેરાઓ છે જે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ રમ્યા હતા. અહીં માત્ર એક જ ફેરફાર છે. મિચેલ સ્વેપ્સનનાં સ્થાને ટિમ ડેવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય ટિમ ડેવિડને T20 સ્પેશિયાલિસ્ટ ક્રિકેટર માનવામાં આવે છે. તેણે વિશ્વભરમાં T20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તે પોતાની શાનદાર રમત દેખાડી ચુક્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

T20 વર્લ્ડ કપ સુધી ઓસ્ટ્રેલિયા હવે આ ટીમ સાથે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમતા જોવા મળશે. સપ્ટેમ્બરમાં, તે ભારતનો પ્રવાસ કરશે, જ્યાં ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. ત્યાર બાદ તે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ટી20 સીરીઝ પણ રમશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં જ આયોજિત થવાનો છે. 16 મી ઓક્ટોબરથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોસ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.