ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી-20 મેચમાં ચાર વિકેટથી ભારતને હરાવ્યું, ટીમનો સ્ટાર આ ખેલાડી રહ્યો

મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું છે. મોહાલીની આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરતા 209 રનનો મોટો લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે કેમરૂમ ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તે જ સમયે, મેચના અંતે, મેથ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી અને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.
209 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેને પહેલો ફટકો કેપ્ટન એરોન ફિન્ચ (11) ના રૂપમાં લાગ્યો હતો. તે જ સમયે કેમેરોન ગ્રીન અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી અને ટીમના સ્કોરને 100 ની પાર લઇ ગયા હતા. જ્યારે આ મેચમાં કેમરન ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગ્રીન ઉપરાંત વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.
મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20 માં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. જોકે, હાર્દિકની આ ઇનિંગ ભારતીય ટીમને જીતાડી શકી ન હતી અને ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી.