ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિને ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ઓપનર ડેવિડ વોર્નરને ભારત પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડની એન્ટ્રી થઈ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ અને વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તેમ છતાં ડેવિડ વોર્નરને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ગઈ છે. ભારત પ્રવાસ માટે ડેવિડ વોર્નરની જગ્યાએ કેમરૂન ગ્રીનની પસંદગી કરવામાં આવી છે.

ટિમ ડેવિડને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળ્યું છે. ડેવિડે 2019 અને 2020 માં સિંગાપોર માટે 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં તેની સરેરાશ 46.5 રહી હતી. તેમ છતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો અનુસાર તે ઓસ્ટ્રેલિયા માટે તાત્કાલિક અસરથી રમી શકે છે.

ડેવિડે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે વિશ્વભરની T-20 લીગમાં રમે છે. ડેવિડ વોર્નરના માતા-પિતા ઓસ્ટ્રેલિયન છે પરંતુ તેનો જન્મ સિંગાપોરમાં થયો હતો. જ્યારે તે બે વર્ષના હતા ત્યારે તેના માતા-પિતા પર્થમાં સ્થાયી થયા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષની શરૂઆતમાં ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયન પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ટિમ ડેવિડે વિશ્વભરની લીગમાં સારું પ્રદર્શન કરીને પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને તેથી જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.”

એરોન ફિન્ચની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમ 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20I શ્રેણી રમવા માટે આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. ગયા વર્ષે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં માત્ર એક જ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડેવિડને મિચેલ સ્વેપ્સનની જગ્યાએ લાવવામાં આવ્યો છે.

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ : એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોસ ઈંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, કેમેરોન ગ્રીન, એડમ જામ્પા.