શ્રીલંકા પ્રવાસ પર આવેલ ઓસ્ટ્રેલીયન ટીમને ઈજાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ખેલાડીઓ ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા, જ્યારે કેટલાકને ઘણી મેચો ગુમાવવી પડી હતી. ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડનું નામ પણ સામેલ છે. માથામાં હૅમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે અને તે શ્રીલંકા સામેની વનડે સિરીઝની અંતિમ મેચમાં રમી શકશે નહીં. બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ 24 જૂનના કોલંબોમાં રમાશે.

ટ્રેવિસ હેડને ચોથી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે લો ગ્રેડ હેમસ્ટ્રિંગમાં થઈ હતી અને હવે તેના કારણે તેમને અંતિમ મેચમાંથી બહાર રહેવું પડશે.

અંતિમ વન-ડે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટ્રેવિસ હેડ વિશે જણાવ્યું છે કે, આ ઈજા થોડી વધુ છે અને ખાસ કરીને તે જ્યાં ફિલ્ડ કરે છે. તે આઉટફિલ્ડમાં ફિલ્ડીંગ કરે છે અને મેદાન ઘણું ભરેલું હોય છે. મને વિશ્વાસ નથી કે, તે ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે અથવા નહીં પરંતુ તે નિશ્વિત રૂપથી કાલ માટે ઉપલબ્ધ રહેશે નહીં

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 જૂનથી ગાલેમાં બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. જો શરૂઆતની ટેસ્ટમાંથી બહાર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા A ટીમના કેટલાક ખેલાડીઓ – માર્કસ હેરિસ, મેથ્યુ રેનશો અને નિક મેડિન્સન – મુખ્ય ટીમમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ સમયે ઓસ્ટ્રેલિયા A ની ટીમ પણ શ્રીલંકાના પ્રવાસ પર છે.