ઓસ્ટ્રેલિયાના સ્પિનર એશ્ટન અગર શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બોલિંગમાં પરત ફર્યા છે અને તે ભારતમાં ટેસ્ટ સીરીઝ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બાકીની ચાર 50 ઓવરની મેચો અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયા પછી, 28 વર્ષીય સ્પિનર ગાલેમાં રમાનારી બીજી મેચ પહેલા પર્થ પરત ફ્રી આવ્યા હતા, જ્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે, તે સમયસર સ્વસ્થ નહીં થાય.

ગાલેની પરિસ્થિતિ અંગે એગરે જણાવ્યું છે કે, “તે અવિશ્વસનીય હતું. અહીંનું મેદાન સ્પિનર્સનું સ્વર્ગ છે.” તેણે કહ્યું કે, “પરંતુ હું હવે લાંબો સમય રમ્યો છું અને મને ઘણી વખત ઈજા થઈ છે. પહેલા દિવસે ત્યાં બેસીને બોલ સ્પિન થતા જોવું નિરાશાજનક હતું પરંતુ તે પછી મેં ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવાનું શરૂ કર્યું અને માત્ર મારી કુશળતા સુધારવા માટે પ્રયત્ન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મને લાગે છે કે જો હું ટેસ્ટ ઈલેવનમાં હોત તો ઘણી સારી તક હોત.”

એગર એ વાતથી સંતુષ્ટ છે કે, ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં ટેસ્ટ સીરીઝ રમવાની છે. એગરે કહ્યું, “મને ભારતમાં ટેસ્ટ મેચ રમવાનું ગમશે, મને ત્યાં ક્રિકેટ જોવી ગમે છે.”

તેમને જણાવ્યું છે કે, “મેં બાળપણથી જ ત્યાંની દરેક ટેસ્ટ સીરીઝને જોઈ છે કારણ કે મેં તેમના ઘણા ખેલાડીઓ જોયા છે, તેથી તેમાંથી એક સામે રમવું એ એક મોટી તક હશે,”

પરંતુ તે પહેલા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાનું T-20 વર્લ્ડ કપ ટાઈટલ ડિફેન્સ કરવાનું છે, જ્યાં તેઓને છેલ્લા વર્ષે UAEની સરખામણીમાં મોટા મેદાનોની આશા કરી રહ્યા છે, જ્યારે તેમની પ્રથમ પસંદના સ્પિનર એડમ જામ્પા સાથે વધુ ભૂમિકા નિભાવી પડી શકે છે.