દિલ્હી કેપિટલ્સે આઈપીએલની બાકી રહેલી સીઝન માટે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બેન ડુવારશુઈસ (Ben Dwarshuis) ને ટીમમાં સામેલ કર્યો છે. તેમને ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ક્રિસ વોક્સે આઈપીએલના સેકેન્ડ હાફથી પોતાનું નામ પરત લઇ લીધું છે.

દિલ્હી કેપિટલ્સે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક નિવેદન જાહેર કરી બેન ડુવારશુઈસને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપવામાં આવી છે.

તેમને પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “ક્રિસ વોક્સ આઈપીએલની બાકી રહેલી સીઝન માટે વ્યક્તિગત કારણોથી ઉપલબ્ધ રહેશે નહીં. તેમની જગ્યા પર દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બેન ડુવારશુઈસને ટીમ સામેલ કરવામાં આવ્યા છે.

દિલ્હી કેપિટલ્સે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, બેન ડુવારશુઈસે અત્યાર સુધી ૮૨ ટી-૨૦ મેચમાં કુલ મળીને ૧૦૦ વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેમની એવરજથી ૨૩.૭૩ નો રહ્યો છે. બેન ડુવારશુઈસ બીગ બેશ લીગમાં સીડની સિક્સર્સ માટે રમે છે અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં તે છઠ્ઠા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમને અત્યાર સુધી બીબીએલમાં કુલ મળીને ૬૯ મેચમાં ૮૫ વિકેટ લીધી છે.