ભારત અને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ODI સીરીઝ બાદ બંને ટીમો બે ટેસ્ટ સીરીઝ રમશે. આ સીરીઝ 14 ડિસેમ્બર, બુધવારથી શરૂ થશે. બાંગ્લાદેશે આ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં ઝાકિર હસનનો પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મુશ્ફિકુર રહીમ, યાસિર અલી અને તસ્કીન અહેમદને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ટીમની કમાન શાકિબ અલ હસનને સોંપવામાં આવી છે.

ઝાકિર હસન આ પહેલા બાંગ્લાદેશ માટે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે 2018 માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જોકે ત્યારપછી તેને ફરીથી રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝાકિર હસન વિશે વાત કરતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર મિન્હાજુલે કહ્યું છે કે, “ઝાકિર માટે, અમને લાગે છે કે તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સ્થાનિક ક્રિકેટમાં નિયમિત પ્રદર્શન કરી રહ્યો છે.”

બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ : શાકિબ અલ હસન (કેપ્ટન), મહમુદુલ્લાહ હસન, લિટોન દાસ, ખાલિદ અહેમદ, નજમુલ હુસૈન શાંતો, નૂરુલ હસન, ઈબત હુસૈન, મોમિનુલ હક, મહેંદી હસન મિર્ઝા, શરીફુલ ઈસ્લામ, યાસિર અલી, તૈજુલ ઈસ્લામ, ઝાકિર હસન, મુશ્ફિકુર રહીમ, તસ્કીન અહેમદ. રહેમાન રઝા, અનામુલ હક.