બાંગ્લાદેશે મહિલા એશિયા કપમાં મલેશિયાને 88 રનના વિશાળ અંતરથી હરાવ્યું. જ્યારે આ મેચમાં બાંગ્લાદેશની બોલર ફારિયા ફરિયા ત્રિસ્નાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે પોતાના T-20 ડેબ્યૂમાં હેટ્રિક વિકેટ લીધી છે. વાસ્તવમાં, ફારીહા ત્રિસ્નાએ મલેશિયા સામેની મેચમાં હેટ્રિક વિકેટ લીધી હતી. તેણે વિકેટ લઈને મલેશિયાના મહત્વના બેટ્સમેનોને વિજયથી રોક્યા અને બાંગ્લાદેશે મલેશિયાને 88 રનથી હરાવી દીધું હતું.

મહિલા એશિયા કપમાં બાંગ્લાદેશે મલેશિયાને 88 રનથી હરાવી દીધું હતું. બાંગ્લાદેશની બોલર ફરિહાએ આ મેચમાં ટી-20 ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ પોતાના ડેબ્યુના અવસર પર તેણે એશિયા કપની આ મેચમાં મલેશિયા સામે હેટ્રિક વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. તેની શાનદાર બોલિંગના કારણે બાંગ્લાદેશની ટીમે મલેશિયાને માત્ર 41 રનમાં ઓલઆઉટ કરી દીધું અને મેચ 88 રનથી જીતી લીધી હતી.

મહિલા એશિયા કપમાં થાઈલેન્ડે પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 વિકેટે 116 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને 56 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય કોઈ પાકિસ્તાની બેટ્સમેન ક્રીઝ પર બેટિંગ કરી શક્યા ન હતા. 117 રનનો પીછો કરતી વખતે થાઈલેન્ડની ટીમ માટે નથકામ ટેન્થમે 61 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, થાઈલેન્ડ આ ટાર્ગેટને આસાનીથી હાંસલ કરી શક્યું ન હતું અને મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. જેમાં થાઈલેન્ડે ઈતિહાસ રચ્યો હતો અને આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.

આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં થાઈલેન્ડને 10 રનની જરૂર હતી. જેમાં બીજા બોલે ચોગ્ગો ફટકારવામાં આવ્યો હતો, ત્યારબાદ બેટ્સમેનોએ સતત સિંગલ્સ લઈને પાકિસ્તાનને આ કારમી હાર અપાવી હતી. તમને જણાવી દઈએ કે, પોઈન્ટ ટેબર ઓફ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતીય ટીમે જીતની હેટ્રિક લીધી છે. ભારતે તેની છેલ્લી મેચમાં યુએઈને હરાવ્યું હતું.