ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયામાં રમાવનાર 2022 T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. તે જ સમયે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે.

તેમ છતાં, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દીપક ચહરને T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈ પણ વર્લ્ડ કપની ટીમમાં નથી. તેમ છતાં આ તમામ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં જોડવામાં આવ્યા છે.

BCCI એ 2022 T-20 વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ છે. તેની સાથે જ આ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિન વિભાગ સંભાળશે.

કાર્તિક અને પંત બંનેને સ્થાન મળ્યું

ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને 2022 T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય દીપક હુડ્ડા પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી મળી છે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર.