આગામી વર્ષે જાન્યુઆરીમાં વેસ્ટ ઇન્ડીઝમાં રમાવનાર અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટે ભારતીય અન્ડર-૧૯ ટીમની જાહેરાત કરી દીધી છે. ઓલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ આ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ચાર વખતની ચેમ્પિયન છે. ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોની વચ્ચે ૧૪ મેચ રમાશે. ૧૪ જાન્યુઆરીમાં 5 ફ્રેબુઆરીની સુધી આ વર્લ્ડ કપ રમાશે.

 

ભારત 2000, 2008, 2012 અને 2018 માં ચાર વખત ટાઈટલ જીતનાર સૌથી સફળ ટીમ છે. ભારત 2016 માં ઉપવિજેતા રહી હતી. ન્યુઝીલેન્ડમાં 2020 માં આયોજિત ટુર્નામેન્ટની અગાઉ પણ ભારતીય ટીમ ઉપવિજેતા રહી હતી. ભારતીય ટીમમાં કુલ ૧૭ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ સ્ટેન્ડબાય પણ સામેલ છે. યશ ધુલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

ભારતીય ટીમ

 

યશ ધૂલ (કેપ્ટન), હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, એસકે રશીદ (વાઈસ કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્યા યાદવ, રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હંગારકેકર, વાસુ વત્સ, વિકી ઓત્સવાલ, રવિકુમાર, ગર્વ સાંગવાન.

 

સ્ટેન્ડ બાય ખેલાડીઓ – રિશિત રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ.