કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ મેચો 29 જુલાઈથી શરૂ થશે. તેમાં પ્રથમ મેચ ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે છે. BCCI એ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.

પસંદગી સમિતિએ આ ટુર્નામેન્ટ માટે બે વિકેટ કીપર બેટ્સમેનોને સ્થાન આપ્યું છે. તાન્યા ભાટિયાની સાથે યસ્તિકા ભાટિયાને પણ તક આપવામાં આવી છે. જ્યારે શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ અને પૂજા પણ ટીમનો ભાગ છે. હરલીન દેઓલ અને સ્નેહ રાણા પણ ટીમનો ભાગ છે.

ટીમ ઈન્ડિયાને ગ્રુપ-A માં રાખવામાં આવી છે. તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જો કે 29 જુલાઈએ બર્મિંગહામમાં રમાશે. બીજી ગ્રુપ મેચ પાકિસ્તાન સામે છે. આ પછી ત્રીજી મેચ બાર્બાડોસથી રમાશે.

ભારતીય મહિલા ટીમ – હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, મેઘના, તાન્યા સપના ભાટિયા (વિકેટકીપર), યશ્તિકા ભાટિયા (WK), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર , જેમિમાહ રોડ્રિગ્ઝ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણા.

સ્ટેન્ડબાય – સિમરન દિલ બહાદુર, રિચા ઘોષ, પૂનમ યાદવ