ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 શ્રેણી 2-2 થી બરાબર રહી હતી. સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી વરસાદના કારણે રમત શરૂ થઈ શકી નહોતી.

ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે વર્ષ 2018 માં દક્ષિણ આફ્રિકા સામે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. ત્યાર બાદ રવિવારે સમાપ્ત થયેલી T20 સીરીઝમાં પણ તેમને આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. તે T20 ક્રિકેટમાં બે વખત મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. સિરીઝની બીજી મેચમાં ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી. ભુવનેશ્વરે ભારત માટે ટેસ્ટમાં 21 બોલમાં 63 વિકેટ, 121 વનડેમાં 141 વિકેટ અને 63 ટી20 મેચમાં 64 વિકેટ ઝડપી છે.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે મેચ રદ્દ થતા પહેલા 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઈશાન કિશને 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર પણ ફટકારી હતી. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર શૂન્ય પર અણનમ રહ્યો હતો. જ્યારે ઋષભ પંત એક રન પર અણનમ રહ્યો હતો. તેમ છતાં ત્યાર બાદ સતત વરસાદ વરસ્યો હતો. જેના કારણે મેચ રમાઈ શકી ન હતી. શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. .