આઈપીએલ રમી રહેલા ખેલાડીઓમાં કોરોનાના સંક્રમણના સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, કેકેઆરની ટીમ બાદ હવે સનરાઈઝર હૈદરાબાદના ખેલાડી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

હૈદરાબાદના ખેલાડીને કોરોના પોઝીટીવ થવાથી હવે સંપૂર્ણ ટીમ આઈસોલેશનમાં ચાલી ગઈ છે. આ અગાઉ કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના પણ સ્પોટ સ્ટાફ કોરોના પોઝીટીવ થયા હતા. એવામાં બીસીસીઆઈએ તાત્કાલિક પ્રભાવથી આઈપીએલને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

આ અગાઉ ખેલાડીઓના સંક્રમણ થયા બાદ મેચના રી-શેડ્યુલ કરવાનો નિર્ણય બીસીસીઆઈએ કર્યો હતો, પરંતુ દિલ્લી કેપિટલ્સના અમિત મિશ્રા અને હૈદરાબાદનો રિદ્ધીમાન શાહ કોરોના પોઝીટીવ આવ્યા બાદ આઈપીએલને એક અઠવાડિયા માટે તાળવામાં આવી છે.