ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલ ૨૦૨૧ ની બાકી રહેલી મેચ યુએઈમાં આયોજીત કરવાની તૈયારીમાં છે. આઈપીએલ ૨૦૨૧ ની બાકી રહેલી મેચની શરૂઆત ૧૯ અથવા ૨૦ સપ્ટેમ્બરના રોજ રમાઈ શકે છે, જ્યારે ફાઈનલ મેચ યુએઈમાં ૧૦ ઓક્ટોબરના રમાશે. તેમ છતાં આ દરમિયાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની આઈપીએલમાં ભાગ લેવાની સંભાવનાઓ ઘણી ઓછી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજીંગ ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે સ્પસ્ટપણે કહી દીધું છે કે, તેમનો કોઈ ખેલાડી આઈપીએલની બાકી મેચોમાં રમી શકશે નહીં.

એશ્લે જાઈલ્સે જણાવ્યું છે કે, “અમે પોતાના ખેલાડીઓને આરામ જરૂર આપીશું પરંતુ આઈપીએલ રમવા માટે નહીં. અમે પોતાનો કાર્યક્રમ નક્કી કરી લીધો છે અને હવે અમે ઈચ્છીએ છીએ કે, અમારા સારા ખેલાડી ટી-૨૦ વર્લ્ડ કપ અને એશીઝ માટે તૈયાર રહે.” બીજી તરફ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓને ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ૩ થી ૪ સીરીઝ રમવાની છે જેનાથી તેમના ખેલાડીઓનું યુએઈ જવું મુશ્કેલ છે.

સૌથી પહેલા ઓસ્ટ્રેલીયન ટીમને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જવાનું છે, જ્યાં તે ૫ મેચની ટી-૨૦ સીરીઝ અને ૩ મેચની વનડે સીરીઝ રમશે. ઘણા મહત્વના ખેલાડી ટીમની સાથે વેસ્ટ ઇન્ડીઝ જઈ રહ્યા નથી કેમકે તે ઘણા સમયથી બાયોબબલમાં છે. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સેમ્સ પણ સામેલ છે. ડેનિયલ સેમ્સે તો માનસિક દબાવના કારણે પોતાનું નામ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસથી પરત લઇ લીધું હતું. વેસ્ટ ઇન્દ્ઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલીયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે.

આઈપીએલમાં રમનાર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ
ચેન્નાઈ સુપર કિંગ્સ : સેમ કરેન, મોઇન અલી, જેસન બેહરનડોર્ફ
કોલકાતા નાઈટ રાઇડર્સ : ઇયોન મોર્ગન, પેટ કમિન્સ, બેન કટિંગ
મુંબઈ ઈન્ડિયન્સ : ક્રિસ લિન, નાથન કલ્ટર નાઇલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ગ્લેન મેક્સવેલ, એડમ જામ્પા, ડેનિયલ ક્રિશ્ચિયન, કેન રિચાર્ડસન
પંજાબ કિંગ્સ : ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝાય રિચાર્ડસન, રાયલી મેરેડિથ, મોઇઝ્સ હેનરિક્સ
દિલ્હી કેપિટલ્સ : સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ડેનિયલ સેમ્સ, ટોમ કરેન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ,
રાજસ્થાન રોયલ્સ : બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, એન્ડ્રુ ટાઇ, લિયામ લિવિંગસ્ટોન