આગામી વર્ષે યોજાનારી IPL ની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમ છતાં દુનિયાની આ સૌથી મોટી ક્રિકેટ લીગનું શેડ્યુલ ફાઈનલ નથી. બીસીસીઆઈએ આંતરિક રૂપથી પ્રમુખ હિતકારકો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે કે, ૨ એપ્રિલ તે સંભવિત તારીખ છે જ્યારે ટુર્નામેન્ટ શરુ થઈ શકે છે.

 

રિપોર્ટ્સ મુજબ, આ વખતે ૧૦ ટીમો રમવાની છે અને કુલ 74 મેચ રમાશે. આ દરમિયાન બધી ટીમો 14-14 મેચ રમશે, જેમાં સાત પોતાના હોમગ્રાઉન્ડ પર અને સાત મેચ વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે.

 

ઉલ્લેખનીય છે કે, IPL 2021 નું ટાઈટલ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી પોતાના નામે કર્યું હતું, જ્યારે એવામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે પ્રથમ એચમાં સીએસકેનો સામનો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. એક નામી ચેનલ મુજબ, બીસીસીઆઈમાં આ વાત પર સહમતિ બની છે કે, આગામી સીઝન ૬૦ દિવસથી પણ વધુ દિવસ સુધી ચાલવાની છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં ફાઈનલ મેચ કરાવવાની વાત થઈ રહી છે, જેની સંભવિત તારીખ 4 અથવા 5 જૂન છે.