ICC એ T-20 વર્લ્ડ કપ 2022 ની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપના કાર્યક્રમ વિશેમાં ICC જાણકારી આપી છે કે, મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન, પર્થ અને એડીલેડ સહિત સાત ઓસ્ટ્રેલીયન શહેરોમાં વર્લ્ડ કપની મેચ હશે. ઓસ્ટ્રેલિયા ૧૬ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી ICC પુરુષ T-20 વર્લ્ડ કપની યજમાની કરશે.

જે અન્ય બે શહેરોમાં ટુર્નામેન્ટની મેચ આયોજિત કરવામાં આવશે, તેમાં જિલાંગ અને હોબાર્ટ સામેલ છે. તેમાં રાઉન્ડ એક મેચ થવાની શક્યતા છે. T-20 World Cup ની ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

ટુર્નામેન્ટમાં 45 મેચો રમાશે

ICC ની જાહેરાત મુજબ, “આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં 45 મેચો રમાશે, જેનું આયોજન એડિલેડ, બ્રિસ્બેન, જિલાંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની કરશે.” સેમીફાઈનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલમાં ક્રમશ: 9 મી અને 10 મી નવેમ્બરે રમાશે.

આઠ ટીમ સુપર-12 માટે ક્વોલિફાય થઈ ગઈ છે

જે દેશોએ સુપર-12 સ્ટેજ માટે સીધું ક્વોલિફાય કર્યું છે તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને રનર્સ અપ ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. તેમના સિવાય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાએ પણ સીધી સુપર-12 માં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ સત્રમાં નામિબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ રમશે.

પ્રથમ સત્રમાં અન્ય ચાર ટીમોનો નિર્ણય બે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. તેમાંથી પ્રથમ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરીમાં ઓમાનમાં રમાશે જ્યારે બીજી જૂન-જુલાઈમાં ઝિમ્બાબ્વેમાં રમાશે. આ સ્પર્ધાના પ્રમુખ ક્રિસ ટેટલીએ જણાવ્યું છે કે, “અમે ઓસ્ટ્રેલિયામાં ICC ઇવેન્ટની વાપસીને લઈને ઉત્સાહિત છીએ અને પુરુષોના T-20 World Cup 2022 માટે સાત યજમાન શહેરોની જાહેરાત કરીને ખુશ છીએ.” તમને જણાવી દઈએ કે T20 World Cup 2021 નવેમ્બરમાં સમાપ્ત થયો છે. કોવિડ-19 ના કારણે સ્પર્ધાના આયોજનમાં વિલંબ થયો હતો.