મુંબઈમાં શનિવાર (26 માર્ચ) થી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં આ વર્ષે દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ લઈ શકશે. આયોજકોએ જણાવ્યું છે કે, સ્ટેડિયમની કુલ ક્ષમતાના 25 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. IPL 2022 ની પ્રથમ મેચમાં શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે.

IPL જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, “આ મેચા એક મહત્વપૂર્ણ તક હશે કેમકે કોરોનાના લીધે ઘણા સમય બાદ આઈપીએલ ચાહકોના સ્ટેડીયમમાં ફરીથી સ્વાગત કરશે.” જાહેરાત મુજબ, “મુંબઈ, નવી મુંબઈ અને પુણેના સ્ટેડીયમમાં મેચ રમાશે, જેમાં કોરોનાના પ્રોટોકોલ મુજબ, સ્ટેડીયમની ક્ષમતાના આધારે 25 ટકા ચાહકો સ્ટેડીયમમાં બેસીને મેચ જોઈ શકશે.”

IPL માં બે નવી લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનોના જોડાવાથી આ સીઝનમાં કુલ 70 રમાશે. લીગ સત્ર માટે ટીકટોની ઓનલાઈન વેચાણ બુધવારથી શરૂ થશે. એવામાં આઈપીએલને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. કેમકે ચાહકો હવે આઈપીએલ મેદાનમાં જઈને જોઈ શકશે.