ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK)ના કેપ્ટન એમ એસ ધોની ( DHONI) ની આગામી આઈપીએલ સીઝનમાં રમવાને લઈને મોટી જાણકારી સામે આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલ એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધોની આગામી આઈપીએલ રમશે અથવા નહીં.

મહેન્દ્ર સિંહ ધોની 12 વર્ષથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યા છે અને આ દરમિયાન ટીમને ત્રણ વખત આઈપીએલ ( IPL) નું ચેમ્પિયન બનાવ્યું છે. હવે તેમની કારકિર્દીની સમાપ્તીના આરે છે અને એવામાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તેમની અંતિમ આઈપીએલ મેચ કઈ હશે.

તેમ છતાં સમાચાર સામે આવી રહ્યા છે કે, તેમના અનુસાર મહેન્દ્ર સિંહ ધોની વધુ એક આઈપીએલ રમી શકે છે. એટલે તે આગામી સીઝનની આઈપીએલમાં ભાગ લેશે.

એક નામી ચેનલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયેલ એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ધોની પોતાની અંતિમ મેચ ચેન્નાઈમાં રમી શકે છે. તેમને જણાવ્યું છે કે, “મને નથી લાગતું કે, આ મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ આઈપીએલ સીઝન છે. મારા મુજબથી તે ચેપોકમાં પોતાની અંતિમ મેચ રમશે અને આ વાતની સંભાવના ઘણી વધુ છે.