ભારતીય યુવા બેટ્સમેન દીપક હુડ્ડાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વાસ્તવમાં આ યુવા બેટ્સમેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ઘણો પ્રભાવ પાડ્યો હતો. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે દિપક હુડ્ડા પર મોટું નિવેદન આપ્યું છે. સબા કરીમે કહ્યું છે કે, આ ખેલાડી લીમીટેડ ઓવરોના ફોર્મેટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સાથે જ તેમણે કહ્યું કે, દીપક હુડ્ડા ઝડપી બેટિંગ ઉપરાંત બોલિંગ પણ કરી શકે છે.

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર સબા કરીમે કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાને લાંબા સમયથી આવા ખેલાડીની શોધ હતી જે ટોપ-6 માં બેટિંગ કરવા સિવાય જરૂરીયાત પડવા પર બોલિંગ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું છે કે, દીપક હુડ્ડાને બહુ ઓછી તકો મળી, પરંતુ તેણે તેની ક્ષમતાથી તેને ઘણા પ્રભાવિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામેની T20 મેચમાં સદી ફટકારી હતી.

ભૂતપૂર્વ ભારતીય ખેલાડીના મતે દીપક હુડ્ડા હાલમાં ભારતીય ટીમના સૌથી મોટા મેચ વિનર છે. તે ઓલરાઉન્ડર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. દીપક હુડ્ડાએ પણ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0 થી આગળ છે, જ્યારે સીરીઝની છેલ્લી મેચ રમવાની બાકી છે.