IPL 2022 લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલને નવા સ્પોન્સર મળી આવ્યા છે. ટાટા IPL 2022 ના નવા સ્પોન્સર હશે. હવે IPL ટાટા IPL-2022 કહેવાશે. VIVO આ વર્ષે IPL સ્પોન્સર નહીં હોય. ચાઈનીઝ કંપની હોવાના કારણે તેના લઈને સ્પોન્સર લઈને ઘણો વિવાદ થયો હતો.

આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ દ્વારા એક નામ ચેનલમાં જણાવવામાં આવ્યું છે કે,  આગામી વર્ષથી ટાટા આઈપીએલના ટાઈટલ સ્પોન્સર હશે. ટાટા ચીની મોબાઈલ કંપની વીવોનું સ્થાન લેશે. મંગળવારના મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટાટાને IPLનો ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું હતું.

VIVO એ વર્ષ 2018 માં 5 વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સના અધિકાર 2190 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. કોન્ટ્રાક્ટ હેઠળ વિવોને દર વર્ષે બીસીસીઆઈને ટાઈટલ સ્પોન્સરશીપ રૂપમાં ૪૪૦ કરોડ રુપિઆ આપવાના હતા. પરંતુ 2020 માં ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ વધતા આ કોન્ટ્રાક્ટ પર પણ અસર પડી છે. પૂર્વ લદાખમાં ભારતીય સૈનીકોની શહીદી બાદ દેશમાં ચીનની મોબાઈલ કંપનીઓનો ચારોતરફ વિરોધ શરુ થઈ ગયો છે.

BCCI પર Vivo સાથેની ડીલ રદ કરવાનું દબાણ સતત વધી રહ્યું હતું. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડેને ભારે દબાવના કારણે એક વર્ષ માટે વિવોથી ટાઈટલ ડીલ પ્રતિબંધિત કરવી પડી છે. તેમની જગ્યાએ ડ્રીમ 11 સ્પોન્સર હતું. તેમ છતાં છેલ્લા વર્ષે વીવોની ટાઈટલ સ્પોન્સરના રૂપમાં વાપસી થઈ ગઈ હતી અને ટાઈટલ સ્પોન્સર તરીકે વીવોનો કરાર ૨૦૨૩ સુધી હતો. પરંતુ બંનેના સંબંધમાં આવેલ ખટાશના કારણે સ્પષ્ટ થઈ ગયું હતું કે, આ ડીલ હવે લાંબી ચાલશે નહીં અને આજે તેના પર આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે પણ મંજૂરી આપી દીધી છે.