વેસ્ટ ઇન્ડીઝના ટી-૨૦ ટીમના કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રેરોન પોલાર્ડે ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના આ નાના પ્રારૂપમાં પોતાના ટોપ-૫ ખેલાડી પસંદ કર્યા છે. તેમના અનુસાર ટી-૨૦ ક્રિકેટમાં આ ખેલાડી સૌથી ઉપર સ્થાન રાખે છે.

કેરોન પોલાર્ડે ૩ વેસ્ટ ઇન્ડીઝ, એક ભારતીય ખેલાડી અને એક જ શ્રીલંકાના ખેલાડીની પસંદગી કરી, જેમાં સૌથી પહેલા ક્રિસ ગેલ, સુનીલ નારાયણ, એમએસ ધોની, લસિથ મલિંગા અને તેમને પાંચમાં ખેલાડીના રૂપમાં સમાવેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેરોન પોલાર્ડની યાદીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ડ્વેન બ્રાવો, આન્દ્રે રસેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડી સામેલ નથી.

નોંધનીય છે કે, આઈસીસી દ્વારા પૂછવામાં આવેલ ટોપ-૫ ટી-૨૦ ખેલાડીની યાદીમાં તેમને ક્રિસ ગેલ, સુનીલ નારાયણ, એમએસ ધોની, લસિથ મલિંગા અને તેમને પાંચમાં ખેલાડીના રૂપમાં સમાવેશ કર્યા છે

આ સિવાય કેરોન પોલાર્ડે અંતમાં પોતાનું નામ લીધું અને જણાવ્યું છે કે, જો આ મારી વર્લ્ડ ઈલેવન ટી-૨૦ છે તો મારે પણ ટીમમાં રહેવું પડશે અને મારે રમવું પડશે. જ્યારે ટી-૨૦ ક્રિકેટની વાત આવે છે તો મારા રેકોર્ડ મારી પ્રતિભાને દેખાડી શકે છે.