ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાના સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પુજારાનું માનવું છે કે, ભારતીય ટીમ યોગ્ય તૈયારીઓની સાથે આગામી ટેસ્ટ સીરીઝમાં જીત પ્રાપ્ત કરી શકે છે.

ભારતીય ટીમને હજુ પણ સાઉથ આફ્રિકા પર પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતની શોધ છે. 2017-18 માં ભારતને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં 2-1 થી હાર મળી હતી.

ટેસ્ટ સિરીઝ શરુ થયા પહેલા એક નામી ચેનલથી વાત કરતા જણાવ્યું છે કે, ભારતની સંતુલિત બેટિંગ સંયોજન ઝડપી બોલરો સામનો કરવા માટે તૈયાર છે.

ભારતની પાસે વધુ સંતુલિત બેટિંગ ક્રમ રહેલ છે. એટલા માટે મને લાગે છે કે, અમે સાઉથ આફ્રિકાના બોલરોનો સામનો કરવામાં સક્ષમ છીએ અને પોતાની તૈયારીઓની સાથે મને વિશ્વાસ છે કે, અમે સારું પ્રદર્શન કરીશું.

ભારત માટે આ પ્રવાસ પર સૌથી મહત્વ બેટ્સમેનોમાંથી એક ચેતેશ્વર પુજારાનું માનવું છે કે, ભારતીય બેટ્સમેનો માટે ઘરેલું પરીસ્થિતિઓમાં સાઉથ આફ્રિકાના બોલરોનો સામનો કરવો એક મોટો પડકાર છે.