રાજકોટમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે T20 મેચ રમાશે. બન્ને ટિમોનું રાજકોટમાં આગમન થયું છે. જે રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે મુકાબલો થશે. ત્યારે BCCI ના સોરવ ગાંગુલી અને જય શાહ આવતીકાલે કાલે રાજકોટ આવી શકે છે. રાજકોટ રૂરલ એસ પી જયપાલસિંહ રાઠોડ દ્વારા સ્ટેડિયમ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલકાયદાની ગુજરાતમાં ધમકીના ઇનપુટ ને પગલે પોલીસ એલર્ટ થઇ ગઈ છે. 900 થી વધુ પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવશે.

T20 મેચને લઈને રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ક્રિકેટ રસીકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માટે મેચની તમામ ટિકિટો વહેંચાઈ ગઈ છે. જો કે રાજકોટ ને લાંબા સમય પછી મેચની અવસર મળી છે. ત્યારે ક્રિકેટ રસીકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદ નું વિઘ્ન કેવું રહે છે આ મેચમાં તે પણ મહત્વનો મુદ્દો બની રહેશે.

આ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે મેચ રમાવવાની છે. આ સિવાય સ્ટેડિયમ માં CCTV કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

તેની સાથે પ્રેક્ષકો નું મેટલ ડિટેકટર દ્વારા ચેકીંગ થશે. પ્રેક્ષકો સ્ટેડિયમ માં મોબાઈલ લઇ જઈ શકશે કેમેરા માટે મનાઈ છે. રાજકોટ રૂરલ SP જયપાલસિંહ રાઠોડ દ્વારા સ્ટેડિયમ બંદોબસ્ત રહેશે. રાજકોટ હોટેલ સેયાજી માં ભારત ની ટીમ અને ફોર્ચ્યુન માં દક્ષિણ આફ્રિકા ની ટીમ નો ઉતારો આપવામાં આવેલ છે.