ભારતીય મહિલા T-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે બીગ બેશ લીગની વર્તમાન સીઝન ઘણી યાદગાર રહી છે. હરમનપ્રીત કૌરે આ સીઝનમાં બેટ અને બોલ બંનેથી શાનદાર રમત દેખાડી છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ ભારતીય ખેલાડી બીબીએલમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની છે.

આ એવોર્ડને જીત્યા બાદ હરમનપ્રીતે જણાવ્યું છે કે, તેમને આશા છે કે, જલ્દી જ મહિલા ઇન્ડીયન પ્રીમિયર લીગ પણ શરુ થઈ જશે. મેલબોર્ન રેનેગેડ્સ માટે રમતા હરમનપ્રીત કૌરે આ ટુર્નામેન્ટમાં 399 રન બનાવ્યા છે, જ્યારે 15 વિકેટ પણ પોતાના નામે કરી છે.

આ ટુર્નામેન્ટ દરમિયાન હરમનપ્રીત કૌર ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી છે. ૩-2-1 વોટિંગ સીસ્ટમ હેઠળ તેમને બેઠ મૂને અને સોફી ડિવાઈનને પ્લયેર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં પછાડી દીધી હતી. મહિલા બીગ બેશ લીગમાં હરમનપ્રીત કૌર માત્ર ત્રીજી ઓવરસીઝ ખેલાડી છે, જેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું છે. આ અગાઉ ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન અને એમી સેટરવેટે આ કારનામું કર્યું છે.