કોમનવેલ્થ ગેમ્સ 2022 નો નવમો દિવસ ભારત માટે અત્યાર સુધી સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ સમાચાર લખવા સુધીમાં ટીમ ઇન્ડિયાએ બે સિલ્વર મેડલ જીતી લીધા છે. પ્રિયંકા ગોસ્વામીને શનિવારે પ્રથમ મેડલ મળ્યો હતો. તેણે 10 કિમીની રેસ વોકમાં આ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતને બીજો સિલ્વર અવિનાશ સાબલેને મળ્યો હતો. તેણે 3000 મીટર સ્ટીપલચેસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, તે ગોલ્ડ મેડલથી ચુકી ગયો હતો.

અવિનાશે આ પહેલા પણ ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વખતે કોમનવેલ્થ ગેમ્સ તેના માટે ખૂબ જ ખાસ હતી. અવિનાશે આ વખતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 8 મિનિટ 11.20 સેકન્ડનો સમય લીધો હતો. આ રીતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે, તે ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો હતો. આ રમતમાં કેન્યાએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

નોંધનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ 2022માં સમાચાર લખાયા ત્યાં સુધીમાં ભારતે કુલ 28 મેડલ જીત્યા છે. તે મેડલ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ 9 ગોલ્ડ, 10 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત હજુ પણ રમતના 9મા દિવસે ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા રાખશે.