ભારતના મુરલી શ્રીશંકરે પુરુષોની લોંગ જમ્પમાં કમાલ કરી દેખાડ્યો. તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં સિલ્વર મેડલ જીત્યો છે. 2022 ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 19મો મેડલ છે. શ્રીશંકરે પુરુષોની લોંગ જમ્પની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો બીજો મેડલ જીત્યો છે. શ્રીશંકર પુરૂષોની લોંગ જમ્પની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં લોંગ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બની ગયો છે.

મુરલી શ્રીશંકર પહેલા મહિલાઓમાં ભૂતપૂર્વ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જ અને પ્રજ્યુષા મલાઈખલ મેડલ જીતી ચૂકી છે. અંજુ બોબીએ 2002 કોમનવેલ્થ ગેમ્સમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ જીત્યો હતો અને પ્રજ્યુષાએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિન શંકરે હાઈ જંપમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.