બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સુધીરે કમાલ કરી દેખાડ્યો છે. તેણે પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ જીત્યો હતો. આ અગાઉ ભારતે આ યાદીમાં ગોલ્ડ મેડલ જીત્યો નહોતો. સુધીરે 134.5 પોઈન્ટ સાથે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. સુધીર પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બની ગયો છે.

ભારતના પેરા પાવરલિફ્ટર સુધીરે પુરુષોની હેવીવેટ કેટેગરીમાં 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 87.30 કિલો વજન ધરાવનાર સુધીરે પ્રથમ પ્રયાસમાં 14 રેકની ઊંચાઈ સાથે 208 કિલો વજન ઉપાડ્યું હતું. ત્યાર બાદ સુધીરે બીજા પ્રયાસમાં 212 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે જ સુધીર 134.5 પોઈન્ટ સાથે ટોપ પર રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે. આ અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લોન બોલ ટીમ અને ટેબલ ટેનિસ પુરુષ ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ આ કુલ 20 મો મેડલ છે.