સાઉથ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે આ સિઝનમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ડેવાલ્ડ બ્રેવિસ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના ભાગ હતા. આ દરમિયાન તેને ઘણા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનો અને મળવાની તક મળી છે. હવે આ યુવા ખેલાડીએ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની પર મોટું નિવેદન આપ્યું છે. બ્રેવિસે કહ્યું છે કે, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓને સાંભળીને તેને ઘણું શીખવા મળ્યું છે.

દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીએ કહ્યું, ‘આ સિઝનનો IPL નો અનુભવ શાનદાર રહ્યો હતો. આ દુનિયાની સૌથી મોટી T20 લીગ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું વાતાવરણ મેદાનની અંદર અને બહાર જબરદસ્ત રહ્યું હતું. અમે એક પરિવારની જેમ હતા અને અમારી વચ્ચે ખૂબ હાસ્ય ચાલતું રહેતું હતું. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવું મારા માટે બહુ સન્માનની વાત છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું.

મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ડેવાલ્ડ બ્રેવિસને 3 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ કારણે ડીવાલ્ડ બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં ઘણો પ્રભાવ પાડ્યો હતો. ડેવાલ્ડ બ્રેવિસે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 506 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં કોઈ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. ત્યાર બાદ ડેવાલ્ડ બ્રેવિસે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.