ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સીરીઝની ચોથી મેચમાં દિનેશ કાર્તિક ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યા હતા. તેમણે આ મેચમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અર્ધશતક ફટકારી હતી. 27 બોલમાં 55 રનની તેની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ભારતીય ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી અને સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ રહી હતી. મેચ બાદ તેણે પોતાની ખાસ ફિફ્ટી અને તેના ફોર્મ વિશે ઘણી વાતો કરી હતી.

દિનેશ કાર્તિકે કહ્યું કે, ‘હું આ સેટ-અપમાં ખૂબ જ સુરક્ષિત અનુભવું છું. છેલ્લી મેચમાં મારા માટે વસ્તુઓ સારી રહી ન હતી પરંતુ જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે મેં મારી જાતને સુરક્ષિત માની. હું હવે વધુ સારી રીતે વિચારી શકું છું. આ બધું પ્લાનિંગ અને અનુભવથી આવ્યું છે.

પોતાની ઇનિંગ પર કાર્તિક જણાવ્યું છે કે, ‘તે (સાઉથ આફ્રિકા બોલર) ખૂબ સારી બોલિંગ કરી રહ્યા હતા. અમારા ઓપનરો રન બનાવી શક્યા ન હતા. જ્યારે હું ક્રિઝ પર પહોંચ્યો ત્યારે હાર્દિકે મને ક્રિઝ પર થોડો સમય વિતાવવાની સલાહ આપી હતી. વસ્તુઓ સારી રીતે એગ્જીક્યૂટ રહી તે એક સારી વાત છે.”

આ દરમિયાન કાર્તિકે કોચ રાહુલ દ્રવિડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘રાહુલ દ્રવિડ એ વાત પર ફોકસ કરે છે કે બેટ્સમેન અને બોલરોએ શું કરવું જોઈએ. તે પરિણામની ચિંતા કરતા નથી. હાલમાં ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઘણું સારું છે. પર્યાવરણમાં સ્પષ્ટતા રાખવાથી ઘણી મદદ મળે છે.

રાજકોટ ટી-20માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે દિનેશ કાર્તિક (55) અને હાર્દિક પંડ્યા (46)ની ઈનિંગ્સના કારણે 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે શરૂઆતથી જ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. પ્રોટીઝ તરફથી રાસી વાન ડેર ડુસેને (20) સૌથી વધુ રન બનાવ્યા હતા. આફ્રિકાની આખી ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 82 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી.