દિલ્હીમાં રમાયેલી T20 સીરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 211 રન બનાવ્યા હતા. તેના જવાબમાં આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. આફ્રિકન કેમ્પ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ ખાસ રહી હતી. તેની પાસે ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક મળી હતી. પરંતુ તે ચૂકી ગયું છે.

સાઉથ આફ્રિકા સામે હારતા પહેલા ભારતે સતત 12 T20 ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. જો ટીમ ઈન્ડિયા 13 મી મેચ જીતી ગઈ હોત તો તે આવું કરનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. પરંતુ દક્ષિણ આફ્રિકાની હાર સાથે આવું થઈ શક્યું નહીં. દિલ્હી T20 મેચમાં આફ્રિકાની ટીમે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની હારની સાથે જ ઋષભ પંત માટે આ એક ખરાબ સપના સમાન હતું. ઋષભ પંત ટી20 ઈન્ટરનેશનલ કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે કેપ્ટનશિપના રેકોર્ડના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. તે T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરનાર બીજો સૌથી યુવા કેપ્ટન બન્યો છે. તેણે આ મામલે ધોનીને પાછળ છોડી દીધો હતો. પંતે 24 વર્ષ અને 248 દિવસની ઉંમરે ટી-20 મેચોમાં ભારતનું સુકાન સંભાળ્યું હતું. જ્યારે ધોનીએ 26 વર્ષ અને 68 દિવસની ઉંમરમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. સુરેશ રૈના આ મામલામાં પ્રથમ સ્થાને છે. રૈનાએ 23 વર્ષ અને 197 દિવસની ઉંમરે ટી-20માં ભારતની કેપ્ટનશીપ કરી હતી.